પશુ આરોગ્ય માટે રસીકરણ સમયપત્રક
પશુ રસીકરણ
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. રાષ્ટ્રની કુલ આવકમાં પશુધન ઉપજ જેવી કે દૂધ, દૂધની બનાવટો, માંસ, ઈંડા વગેરેની આવકનો ફાળો મહત્વનો છે. આ પશુધન ઉપજો પૈકી દૂધ મહત્વની ઉપજ છે. દૂધ ઉત્પાદન માટે પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે અનિવાર્ય બાબત છે અને પશુઓના આરોગ્યની જાળવણી માટે સમયસરનું જુદા જુદા રોગ અંગેનું રસીકરણ એ ઉત્તમ ઈલાજ છે. આમ પશુપાલક પાસે પશુ હોવું તે અગત્યની બાબત નથી પરંતુ તંદુરસ્ત અને ઉપજાઉ પશુ હોવું તે જરૂરી બાબત બની રહે છે. પશુઓમાં અનેક ચેપી/ બિનચેપી રોગો થતાં હોય છે. તે પૈકી કેટલાક ચેપી રોગો પશુ માટે ગંભીર છે અને પશુઓના મરણ ઉપજાવતા હોય છે. આ રોગોને અટકાવવા સમયસરનું રસીકરણ અનિવાર્ય છે.
આ લેખમાં ઉપજાઉ પશુ જેવા કે ગાય, ભેંસ વગેરેની તંદુરસ્તીની જાળવણી માટે કયું રસીકરણ કરવું તેની માહિતી આપતું સમયપત્રક રજૂ કરેલ છે.
રસી મુકાવતી વખતે તથા મુકાવ્યા બાદ જાણવા જેવી બાબતો,
- છ માસથી નાના બચ્ચાંને રસી મૂકવી નહીં.
- રસી મુખ્યત્વે ગરદનના ભાગમાં ડાબી અથવા જમણી બાજુએ મુકવામાં આવે છે. કેટલીક વાર પૂછડાના મૂળમાં પણ મૂકી શકાય છે.
- રસી મુકતી વખતે જો સોયમાંથી લોહી નીકળે તો રસી મુકવા માટે બીજા ભાગનો ઉપયોગ કરવો.
- રસી મુકાવ્યા બાદ તાત્કાલિક આવેલ સોજાને હાથથી મસળી નાંખવો જેથી તે ભાગ પર ગાંઠ થાય નહીં.
- રસીકરણ વ્યક્તિગત પશુને ધ્યાનમાં લઈ તેના પ્રમાણસર ડોઝમાં કરવું જોઈએ.
- રસી મુકાવ્યા બાદ રસીની મહત્તમ અસર ૨૧ દિવસ બાદ જોવા મળે છે. તેથી રોગચાળાની ઋતુ પહેલાં સમયસર રસી મૂકાવવી જોઈએ.
- રસીકરણ તેના યોગ્ય સમયે જ કરાવવું હિતાવહ છે.
- રસી મુકાવ્યા બાદ પશુને પાણી તથા ખોરાક આપી શકાય છે.
- રસીકરણ કરતાં પહેલાં જે તે રસી માટે સૂચના ધ્યાને લેવી જરૂરી છે.
- ગળસૂંઢાનો રોગ જે વિસ્તારમાં વારંવાર થતો હોય ત્યાં વર્ષમાં બે વખત રસીકરણ કરવું. પ્રથમવાર કર્યા બાદ ૫ થી ૬ માસ પછી ફરી રસીકરણ કરવું.
હડકવા
આ રોગની રસી ઉપલબ્ધ છે. ગાય-ભેંસમાં કુતરું કરડ્યા બાદ રસીના છ ડોઝ આપવામાં આવે છે, જ્યારે કુતરામાં આ રોગ ન થાય તે માટે પ્રોફાયલેકટીક ડોઝ તરીકે વર્ષમાં એકવાર રસી મૂકવાની હોય છે. કુતરું કરડેલ પશુને ૦, ૩, ૭, ૧૪, ૩૦ અને ૯૦ મા દિવસે રસીકરણ કરવું જરૂરી છે. આ માટે તુરંત પશુચિકિત્સકની સલાહ લો. સામાન્ય રીતે પશુઓમાં કોઈ પણ પ્રકારની રસી મુકાવ્યા બાદ એંટીજન-એંટીબોડી રીએકશન શરૂ થાય છે. રસી મુકાવેલ પશુને બે ત્રણ દિવસ તાવ આવે છે અને ઉત્પાદકતામાં ક્ષણિક ઘટાડો થાય છે. આમ રસી મુકાવ્યા બાદ બે ત્રણ દિવસ પશુ બેચેન રહે છે, જે સમયાંતરે તંદુરસ્ત થઈ જાય છે અને તેની ઉત્પાદકતા પણ જળવાઈ રહે છે.
રસીકરણ સમયપત્રક
નોંધ:
કાળિયા તાવ (એન્થ્રેકસ)ની રસી રોગચાળા સમયે ૧ મિલી સબકટ મુકાવવાની હોય છે.
ડોઝ માર્ગદર્શન માટે છે જે તે ઉત્પાદક કંપનીની સૂચના ખાસ ધ્યાને લેવી.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત