ગાયોની તંદુરસ્તી માટે પશુપાલકે લેવાની કાળજી
લેખક : ડો. રાજેશકુમાર સીગ.જમશેદપુર ઝારખંડ,
ભાષાંતર ડો. ઘનશ્યામ ધોળકીયા, વડોદરા
દુધાળા પશુ ખડતલ હોવા જરૂરી છે કારણકે બીમાર (કમજોર) જાનવર એ સંવવર્ધન કરવા અવરોધક બને છે અને સારા ખોરાક કે સારી માવજત ની અસર દેખાતી નથી.
પશુઓ ને તંદુરસ્ત રાખવાની મુખ્ય કાળજી
- જાનવરની કોઢ અને આસપાસનો વિસ્તાર સ્વછ રાખવો.
- સારા પોષક તત્વો વાળો ખોરાક આપવો.
- જાનવરોને હમેશા સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરવુ.
- કોઢમાંથી કે જાનવર પરથી મચ્છર અને જીવાતનો નાશ કરવો.
પશુની તંદુરસ્તી તપાસવી.
- સવારે અને સાંજે દૂધ દોહતી વેળા તેમજ નિરણ કરતી વેળા પશુનું પરીક્ષણ કરવું.
- બિમારીનો ફેલાવો અટકાવવા યોગ્ય નિદાન અને નિયત્રણ રાખવું.
તંદુરસ્તીની નિશાનીઓ.
- ખોરાક સારી રીતે ખાવો અને વાગોળવો.
- પોદળોનો બાંધો અર્ધ નક્કર અને ગાઢ લીલા રંગનો થવો.
- પશાબ ચોખ્ખો અને પીળાશ પડતો થવો.
- મોઠાનો આગળનો કાળો ભાગ (થુથ) અને નસકોરા ભિનાશવાળા હોવા જોઈએ.
- ગાયના શરીરનું સામાન્ય તાપમાન 38.30 થી 38.80 સે જયારે ભેંસનું તાપમાન 37.80 થી 39.30 સે હોવું જોઈએ.
- દૂધ ઉત્પાદનમાં વધુ વધઘટ થવી ન જોઈએ.
બીમાર જાનવરની નિશાનીઓ.
- ઘણના અન્ય જાનવરો થી અલગ રહે છે, કમજોર દેખાય છે અને ઓછું ચપળ જણાય છે.
- વાગોળ ઓછી થાય છે.
- શરીરમાં તાવ જણાય છે.
- આંખો લાલ અને પાણી ટપકે છે.
- રૂંવાટી ઉભી થયેલી જણાય છે.
- પીળાશ પડતો પોદળો બંધકોશ તેમજ પાતળો પોદળો ઝાડા દર્શાવે છે.
- દૂધ ઉત્પાદનમાં અને ગુણવત્તાનો ફેરફાર એ બીમારીની શરૂઆતની નિશાની છે.
- પોદળામાં અપાચ્ય ખોરાક એ પાચનતંત્રની બીમારી દર્શાવે છે.
- દૂધ દોહતી વેળા જાનવર જો ખોરાક ન લે તો એ પાચન તંત્રની બીમારી હોઈ શકે.
- પગ અને શિંગડા પર વાગવું એ સામાન્ય છે.
- વધુ પડતો દાણાવાળો ખોરાક કે વધુ પડતા ચારને લીધે આફરો કે પેટમાં જામો (અપચો) થઇ શકે છે.
- જરૂરી સારવાર ન કરવાથી બીમારી ગંભીર સ્વરૃપ લઇ શકે છે.
ઘા થવો / વાગવું.
- ઘાને પોટાશ (લાલ દવા)થી સારી રીતે સાફ કરવો.
- પાકવાળા /પરુવાળા ઘાને મીઠાવાળા પાણીથી સાફ કરવો.
- લોહી નીકળતા ઘાને સાફ કરી સલ્ફા અથવા અન્ય રુઝ માટેના પાવડર નાખી રૂ અથવા પાટાથી ઢાંકવો.
- કીડા પડેલ ઘામાંથી ચીપિયાથી કીડા કાઢી કપૂર, હળદર કે ટર્પેન્ટીન નાખવું.
- લીમડાનું તેલ જીવાતને દુર રાખવા ઉપયોગ કરી શકાય.
ખુંધ આવવી.
- વારંવાર ધુસરી ઘસાવવાથી ડોક પાર સોજો આવે છે.
- કોપરેલ તેલમાં કપૂર નાખી લગાવવું.
- વધુ પડતો સોજો હોય કાળો મલમ(આયોડીન મલમ) લગાડવો આથી કદાચ સોજો ફાટી જશે. પાક નીકળી ગયા બાદ સામાન્ય ઘા જેમ સારવાર કરવી.
- સદર જાનવરને જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી જોતરવું નહીં.
શિંગણુ તૂટવું .
- શિંગણાનો લટકતો ભાગ કાઢી નાખવો.
- પાણીમાં ભીનો કરેલ સફેદ કપડાનો પાટો મજબૂત રીતે બાંધવો.
- વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરવો.
લચક / મોચ આવવી.
- ગરમ પાણીનો શેક દિવસમાં 3 વખત કરવો.
- કપુરવાળા તેલથી માલીશ કરવી.
- આમલીના પાનનો પાટો બાંધવો.
પેટમાં જામો/ભરાવો થવો.
- પાણીની ઉણપથી વધુ પડતા ચાર અથવા દાણાવાળા ખોરાકથી પેટમાં ભરાવો થાય છે.
- મુખ્ય લક્ષણોમાં વાગોળ બધી થવી,સૂકો ટુકડે ટુકડે ઝાડો થવો અને પેટનો દુખાવો છે.
- જાનવરને ખોરાક આપવો બધી કરવો.
- દીવેલનું 250 મીલી તેલ પાવું.
- બે દિવસમાં સારું ન થાય તો જાનવરના ડોક્ટરનો સંપર્ક કરવો.
આફરો
- 50મિલી કપૂરનું તેલ અને 500મીલી સારૂં ખાવાનું તેલ ભેગું કરી જાનવરને પીવડાવવું.
- આફરો ઉતરે નહીં ત્યાં સુધી ખોરાક બંધ કરવો.
- થોડા પ્રમાણમાં ચોખાની કાંજી આપવી.
સામાન્ય ઝાડા
- જાનવરને 500મીલી સારું ખાવાનું તેલ પીવડાવવું.
- 20ગ્રામ કાથો કાંજી સાથે પીવડાવવો .
રસીકરણ
વૈજ્ઞાનિક ઢબે યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે રસીકરણ કરવું જેથી જે તે રોગ સામે પ્રતિરોધક શક્તિ વધારી કરી શકાય.