બ્રાઝીલની ભારતીય વંશની ગાય અને ભેંસની ઓલાદ સુધારણા માટે તૈયારી
ડૉ. અબ્દુલ સામદ
ભાષાંતર: ડૉ. ઘનશ્યામ ધોળકીયા (વડોદરા)
(શ્રી બી.કે.ઝાના ગ્રામ્ય બજાર લેખમાંથી સંક્ષિપ્તીકરણ)
હાલ મા જ ભારત અને બ્રાઝીલ સરકાર વચે દેશના દુધાળા જાનવરો અને ઘેટાં ઉછેર માટે સહકાર વધારવા કરાર થયા છે. ૧૯૩૬ થી બ્રાઝીલ ભારતીય વંશની ગાયો આયાત કરે છે. કેમ કે બંને દેશોના હવામાન સરખા છે અને પશુઓની ઉત્પાદકતા માં વધારો કરે છે. બ્રાઝીલ ૧૯૮૫ સુધી ભારતીય વંશ ની ગાયો નું જર્શી કે એચ.એફ. ગાયો સાથે સંકરણ કરવા ભાર મુક્યો હતો.પરંતુ આનુવંશિક ગુણો પર અસર થતા સાથે સંકરીકરણ કરવા ભાર મુક્યો હતો. પરંતુ આનુવંશિક ગુણો પર અસર થતાં પ્રશ્નો ઉભા થતાં બ્રાઝીલ પોતાની બ્રીડીંગ પોલીસીમાં સુધારો કરી ભારતીય વંશ ની ઓલાદનું શુદ્ધ પ્રજનન (બ્રીડીંગ) કરવા પર ભાર મુક્યો. અને આધુનિક તંત્રજ્ઞાન પર ભાર મુક્યો. બ્રાઝીલ પ્રાથમિક તબક્કે પશુ વૈધકીય સંસ્થાઓએ રિપ્રોડકટીવ(પ્રજનન) ટેકનોલોજી પર ભાર મૂકી મોટી સંખ્યામાં પશુ વૈદ્યને તાલીમ આપી. આમ આનુવંશિક સુધારણા મોડેલે જળમૂળથી બદલાવ કર્યા. એક વેળા નાણાંકીય વ્યાપારીકરણ સ્થાપિત થતા ઘણા ખાનગી રોકાણકારોને આકર્ષીત કર્યા પરિણામ સ્વરૂપે બ્રાઝીલ પશુ સંવર્ધન કાર્યક્રમોમાં વિશ્વભરમાં અગ્રેસર બન્યું. જો કે અત્યાર સુધી ભારત અને બ્રાઝિલ વચ્ચે સહકાર ની કડી હતી પરંતુ ઓક્ટોબર ૨૦૧૬ માં MOU (સમજુતી પત્રક) થતાં સહકારનાં પગલાં વધુ રૂઢ થયેલ છે.MOU (સમજુતી પત્રક) બંને દેશોના સબંધમાં વધારો કરશે. અને ગાયોનાં આનુવંશિક વિકાસ અને પ્રજનન ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે.
દસ્તાવેજ મુજબ બંને દેશોના એક સરખી સંખ્યાના પ્રતિનિધિઓ કામગીરી નક્કી કરી, વિકાસમાટેની કામગીરીનું આયોજન અને પરિણામનું મૂલ્યાંકન કરશે. ઉત્પાદકતા સુધારણા કાર્યક્રમોનો મુખ્ય ઉદેશ ડેરી વિકાસની ક્ષમતા વધારવી અને સ્થાપિત સંસ્થાઓને મજબુત કરવાનો છે. આ સમતિ પત્રક MOU ખુંધાળા જાનવરોના વંશની પસંદગી કરી તેને પ્રોત્સાહિત કરી વૈજ્ઞાનિક ઢબે અપનાવવાનું વાંશિક અને ART નો અમલ કરવાનું રીસર્ચ અને વિકાસ કરવાનું બંને દેશોના કાયદા કાનુન મુજબ કરશે. ભારત સરકારના નિયમ-૭ (d) (i) ૧૯૬૧ માં બીજા તબક્કામાં આવરી લેવામાં આવેલ છે.
ભારત અને બ્રાઝીલ વચે પશુ આનુવાંશીત અને સહકાર્યાતાનો અમલ થઇ ગયેલ છે. તેલંગાના સરકારે ખુંધાળા જાનવરોનું દૂધ ઉત્પાદન વધારવા અને વંશ સ્થાપિત કરવાનો નિર્ણય લઇ લીધો છે. આ ઉદેશને ધ્યાનમાં રાખી બ્રાઝીલ સરકાર સાથે ગીર અને ઓંન્ગોલ જાતિના સાંઢનાં વીર્યને અને ભુણને આયાત કરવાનું નક્કી કરેલ છે. ગોપાલ ગ્રામ સંસ્થા નામની પરિયોજના અંતર્ગત સરકાર નિઝામાબાદ પો, “ઇન્ડો બ્રાઝીલીયન સેન્ટર ફોર એક્સસલેન્સ ” નામની પશુઓ અને ઘેટાં ઉછેર અને વિકાસ કરવા માટે સંસ્થા સ્થાપેલ છે. જે તાંત્રિક જ્ઞાન અને તાલીમ આપવાનું કામ કરશે. ગોકુલ ગ્રામ સંસ્થા સ્થાનિક પશુઓની ઓલાદ સાચવવા અને તેનો વિકાસ કરવાનું કામ કરે છે. બ્રાઝીલના નિષ્ણાતો કમસનપલ્લી સેન્ટર પર નું વાર્ષિક ૧૫ લાખ સિમેન ડોઝની સંખ્યા વધારી ૩૦ લાખ ડોઝ બનાવવાની કામગીરી અંગે માર્ગદર્શન આપશે.
એવું માનવામાં આવે છે કે ઘણા રાજ્યો આગળ આવી આવા કાર્યક્રમનું આયોજન કરશે. આવા કાર્યક્રમ માત્ર સરકારી સંસ્થઓ પૂરતું મર્યાદીત ન રહેતા અન્ય ખાનગી સંસ્થાઓ પણ સહભાગી બને.
બ્રાઝીલની સફળતા ખાનગી સંસ્થાઓ દ્વારા નાણાકીય પરિણામોને આધારે ચલાવવામાં આવે છે નહીકે સરકાર દ્વારા, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ દ્વારા સરકારના તે વિભાગ ચલાવવામાં ઉપયોગ થાય. પશુપાલકો સરકાર પાસે થી બે સુધારણાની અપેક્ષા રાખે છે. એક તો પશુપાલક સંસ્થા સીધી જ સીમેન ડોઝ અને ભુણ આયાત કરી શકે અને બીજું આયાત કરવાની પ્રક્રિયા સરળ બનાવામાં આવે.